તબીબી સારવાર:

આંતરરાષ્ટ્રીય મિશન અંતર્ગત સમગ્ર દેશમાં ચાલી રહેલ પલ્સ પોલિયો નાબૂદી અભિયાન અન્વયે મહુવા શહેરમાં પણ સરકારી હોસ્પિટલ દ્રારા સમયાંતરે दो बूँद जिन्दगी के પલ્સ પોલિયો રસીકરણ કેમ્પના આયોજનો થઈ રહ્યાં છે.

જેમાં સંસ્થા દ્રારા 10+ વર્ષથી આ રાષ્ટ્રીય અભિયાનને વેગ આપવા શહેરના 45+ રસીકરણ બૂથ પર 0 થી 5 વર્ષના બાળકો માટે વિટામીન સી ફ્લેવર કેન્ડીનું દાતાશ્રીના સહયોગથી વિતરણ કરવામાં આવ્યું હતું. જેને કારણે બાળકોમાં ખુશી છવાયેલી રહેતી.

સંસ્થાની આ કામગીરી WHO આંતરરાષ્ટ્રીય સંસ્થાએ પ્રમાણપત્ર દ્રારા તેમજ સ્થાનિક પ્રશાસને પણ વિશેષ નોંધ લીધેલ છે.