અન્નનો બગાડ રોકવા પ્રયાસો:

સંસ્થા દ્રારા 2012 થી અન્નના બગાડને રોકવા પ્રયાસો કરવા સવિનય અભિયાન ચલાવી રહ્યાં છીએ.

1. જેમકે, પારિવારિકશુભાશુભ પ્રસંગોએ યોજાતાં ભોજન સમારંભમાં બૂફેનો ત્યાગ કરી મહેમાનોને ભારતીયપરંપરા મુજબ આસન અથવા ટેબલ ખુરશી પર બેસાડી જમાડવાની આતિથ્ય ભાવના અપનાવવા માટેડિજિટલ બોર્ડ શહેરની 20+ જ્ઞાતીની વાડીમાં મૂકવામાં આવેલ છે.

2.શ્રધ્યેય શ્રી મોરારિ બાપુ ના આશીર્વાદ સંદેશ સાથેના કલાત્મક ગ્રિટીંગકાર્ડનિમ્નલિખિત સૂત્ર સાથે સુજ્ઞ નાગરિકોનેપ્રસંગોપાત મોકલી રહ્યાં છીએ.

બૂટ-ચંપલ ઉતારીને,બેસીને જમવું,અન્નનો બગાડ ન કરવો એ આપણો ધર્મ અને સંસ્કૃતિ છે.

3.વાડીમાં ભોજન સમારંભ બાદ વધેલી રસોઈ ઝૂંપડપટીના ગરીબ લોકોનેજમાડીને પણ અન્નનો સદુપયોગ કરી રહ્યાં છીએ.

આવાપ્રયત્નો ને કારણે સેકંડો લોકોમાં અન્નનો બગાડ ન કરવાની સ્વયં જાગૃતતા આવી છે.