કુદરતી આપદ્દા- આપતિ સમયે રાષ્ટ્રીય સેવા: (ડીઝાસ્ટર મેનેજમેંટ)

સંસ્થાનીસ્થાપના સન 1993થી આસંસ્થા ડિઝાસ્ટર મેનેજમેંટની સેવાઓ જેવીકે- અતિવૃષ્ટ્રી, દુષ્કાળ, ધરતીકંપ, વાવાઝોડાં વિ.કુદરતી આફતોથી પ્રભાવિત લોકોની યથા સંભવ ફૂડ પેકેટ્સ, પાણી, વસ્ત્ર, રેસક્યું, અનાજકીટ, ઘરવખરી, વિગેરે પહોચાડી મદદકરવા તત્પર રહી છે/ રહે છે.

દા.ત.

1. 26 જાન્યુઆરી, 2001 માં સમગ્ર ગૂજરાત, કચ્છ, ભૂજને વિનાશકધરતીકંપે હચમચાવી મુકેલ, હજારો લોકોએ પ્રાણ ગુમાવ્યા, હજારો પરિવાર બેઘરથયેલ તે સમયે – ધરતીકંપના માત્ર, 24 માં દિવસે મહુવા શહેરમાંથીસુખી સંપન્ન પરિવારો પાસેથી ઘરવખરીએકત્રિત કરી 2 ટ્રક ભરી કચ્છ, ભૂજ ટીમસુરભિ રૂબરૂ પહોચી સંકટની આ ઘડીમાં 100+ કચ્છી ભાંડુઓ- પરિવારને સહાય સામગ્રીઆપી સધિયારો આપેલ.

2.2019માં આવેલકોરોના મહામારીએ ભારત સાથે સારાય વિશ્વને હચમચાવી મુકેલ. આ સમય દરમ્યાન સરકારશ્રીદ્રારા મુકાયેલ લોકડાઉનના (જાણતા કરફ્યુ) કપરા સમયમાં પણ કોરોના વોરિયર ના રૂપમાં મહુવા વાસીઑ માટે 24*7હેલ્પલાઈન નામબર રીલીઝ કરી જરૂરિયાતમંદ 5000+ લોકોને દવા, ટીફીન, નાજ કરિયાણા કીટ, ખાદીના માસ્ક, વાહન વ્યવસ્થા, શાકભાજી, દૂધ, વિ. સામગ્રી પહોચાડવાનીસેવા આપવામાં આવેલ. ઉપરાંત વંચિતજૂથના 130+ લાભાર્થીવિદ્યાર્થીઑ માટે નિ:શુલ્ક શેરી શિક્ષણ નીસુવિધા પણ પૂરી પાડવામાં આવેલ.

સંસ્થાનીઆવી માનવતાલક્ષી સેવા કામગીરીની સ્થાનિક પ્રશાસને પણ વિશેષ નોંધ લીધેલ.