સંસ્થાદ્રારા 2012થી પ્રારંભ કરેલ વંચિતજૂથના ઝૂંપડપટ્ટી વસાહતનાં બાળકોને ઉમદા સંસ્કાર, શિક્ષણ અપાવવાનાઅભિયાન દરમ્યાન અમારા ધ્યાનમાં આવેલ કે શહેરની ઝૂંપડપટ્ટીમાં 1000+ બાળકો (કુમાર, કન્યા) છે જેનેનિરક્ષર માતા પિતા જ તેમને ભિક્ષાવૃતિ, બાળ મજૂરીએ મોકલી રહ્યાં છે.
આહકીકતથી સ્થાનિક પ્રાંત અધિકારીશ્રીને અવગત કરતા તેમણે શહેરના રાજમાર્ગોની દીવાલો પર કાર્ટૂન ફિલ્મસ પેઈન્ટીંગ કરાવી નગરજનોનેવંચિત બાળકોની,તેમના વાલીઓની આવી ગેરકાયદે પ્રવૃતિને પ્રોત્સાહન ન આપવા અપીલ કરતા સંદેશ મુકાવેલ.
સંસ્થાદ્રારા ઝૂપડપટ્ટીમાં જ “બાળ સંસ્કાર કેન્દ્ર” શરૂ કરવામાં આવેલ અને ત્યારબાદ બાળકોનેશાળામાં પ્રવેશ અપાવવાનું અભિયા શરૂ કરેલ, જે હાલ પણ શરૂ છે.
આઅભિયાનને કારણે 100+ બાળકો આ દૂષણથી મુક્ત થયેલાં છે.